ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરાશે

- text


મોરબી : ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2020-21ની સીઝન માટે શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન આગામી તા. 6ના રોજ બપોરે 9-30થી 12-30 વાગ્યા સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા ઇન્ડીવિડ્યૂલ ક્રિકેટ કીટ હોવી ફરજીયાત છે. તેમજ 2 ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ, જોબ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ, આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે.

- text

 

- text