ટંકારામાં ચુંટણીની રાત્રે દુકાનોના તાળા તૂટ્યા, બે તસ્કરો સીસીટીવીમાં કેદ

- text


ટંકારા : ટંકારામાં ચુંટણીના દિવસે મોડી રાત્રે લતીપર ચોકડી નજીક તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.

ગઇકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી જીઆરડી, હોમગાર્ડ, પોલીસ સહિતના સુરક્ષાકર્મીઓ ચુંટણીમાં રોકાયેલા હતા. ત્યારે ટંકારામાં લતીપર ચોકડી નજીક તસ્કરોએ મોડી રાત્રે 3-30 વાગ્યા આસપાસ અંદાજે દશ જેટલી દુકાનોના સટરો તોડી ચોરીને અંજામ આપ્યો હતો.

આ ચોરીની ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ ટંકારા શહેર લતીપર ચોકડી નજીક પટેલ ચેમ્બરની સાત દુકાનોના તાળા તૂટ્યા છે અને માલસામાનની ચોરી થઇ છે. તેમજ મહર્ષિ દયાનંદ હોસ્પિટલમાં આવેલ ત્રણ દુકાનોમાં લગભગ રૂ. 1 લાખ જેટલા મુદ્દામાલ અને રોકડ રકમ ચોરો ઉઠાવી ગયેલ છે. વધુમાં, લતીપર રોડ પર આવેલ અમૃતમ હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનામાં બે તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે.

- text

આ ઘટના અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે. વેપારીઓએ પોલીસ આવ્યા બાદ ફરીયાદ કરવાનું જણાવ્યું છે. ત્યારે પોલીસ તપાસ બાદ વધુ માહિતી જાણવા મળશે.

- text