વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ શાળા ખાતે મતદારોની કતારો લાગી

- text


સવારે તાલુકા શાળા 3 ખાલીખમ! : વાંકાનેર નગરપાલિકામાં 9 થી 11 દરમ્યાન 24.49 % મતદાન

(કેતન ભટ્ટી) વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજ રોજ સવારે વાંકાનેરનાં અમુક મતદાન મથકો પર મતદારોની કતારો તો અમુક મથકો સુમસામ આજે જોવા મળ્યા હતાં.

વાંકાનેરની મ્યુનિસિપલ ગર્લ્સ શાળા ખાતે સવારે મતદારોની લાંબી કતાર લાગી હતી. વયોવૃદ્ધ, અશક્ત મતદારો પણ મતદાન કરવા હાજર રહ્યા હતા. શહેર પી.આઈ. વી. એલ. પટેલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરેક મતદાન મથકો પર સૅનેટાઇઝર, થર્મલ ગન, માસ્કની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. તમામ મતદારોની શારીરિક ચકાસણી કરાયા બાદ જ મતદાન માટે જવા દેવામાં આવતા હતાં. માર્કેટ ચોક પાસે આવેલ તાલુકા શાળા 3 ખાતે સવારે નિરસ માહોલ જોવા મળ્યો હતો. સવારે 9 થી 11 દરમ્યાન વાંકાનેર નગર પાલિકાનું 24.49% મતદાન થયું હતું.

- text

- text