મોરબીમાં ઘરકામ પુરૂ કરીને મહિલાઓ મતદાન કરવા પહોંચી, અનેક મથકોમાં કતારો લાગી

- text


સવારે 11 વાગ્યા સુધીમાં પુરુષોની સાપેક્ષમાં મહિલાઓના મત અડધા જ પડ્યા હતા

મોરબી : મોરબી શહેરમાં મતદાન કરવા માટે મતદાન મથકોમાં મહિલાઓમાં કતારો જામી છે. સવારે 11 વાગ્યા સુધીમાં ઘરકામ પતાવીને મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુકતા બતાવી છે. સવારે 11 વાગ્યા પહેલા પુરુષ મતદારની સંખ્યા વધુ જણાતી હતી. પણ હાલ ચિત્ર બદલાયું છે. મહિલા મતદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

મોરબીના દરબારગઢ વિસ્તારમાં કન્યા શાળામાં આવેલ મતદાન મથક ખાતે મતદારોની લાઈનો જામી છે. મતદારોમાં લોકશાહીના પર્વને લઈને ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ઉપરાંત ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આવેલા મતદાન મથકમાં પણ મતદારોની કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના સંવેદનશીલ મતદાન મથકો ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેરામિલિટરી ફોર્સ તૈનાત છે.

- text

- text