મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ

- text


કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીના નવલખી ફાટક પાસે આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને નવલખી ફાટકથી છેક વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાતા કલાકો સુધી વાહનોની મોટી કતારો લાગી હતી. તેથી, સવારે કામ અર્થે નીકળેલા લોકોને ટ્રાફિકજામમાં ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના નવલખી ફાટકે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. નવલખી ફાટક ઉપર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. નવલખી ફાટક પાસે કામ ચાલતું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે ત્યારે આજે નવલખી ફાટક ઉપર ટ્રાફિકજામ થયો હતો. જો કે નવલખી ફાટકથી છેક વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ થવાથી વાહન વ્યવહાર એક્દમ કાચબા ગતિએ ચાલતો હોવાથી અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ટ્રાફિકજામથી વાહનીના થપ્પા લાગતા સવારે કામધંધે નીકળેલા લોકો અટવાયા હતા. ત્યારે આ રોજિંદી ટ્રાફિક સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા સંબધિત તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.

- text

- text