ટંકારામાં દારૂની બાટલી સાથે છકડો લઈને નીકળેલો સનિયો પકડાયો

- text


લજાઈ ચોકડી નજીક પોલીસે ઝડપી લઈ છકડો રીક્ષા કબજે કરી

ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે લજાઈ ચોકડી પાસે છકડો રીક્ષામાં ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલા છકડો રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે ટંકારાની લજાઈ ચોકડી પાસે G-J-10-V-6048 ની નંબરની છકડો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા છકડો રીક્ષા ચાલક સની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર (ઉ.વ- ૨૫ ધંધો- ડ્રાઈવીંગ, રહે. સનાળા બાયપાસ લાયન્સનગર, મોરબી) ને ઇગ્લીંશ દારૂની કાચની બોટલ નંગ-૦૧ કિ.રૂ ૩૦૦ તથા છકડો રીક્ષાની કિ ૧૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૧૫,૩૦૦ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ વિદેશી દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text