વાંકાનેરમાં ચુંટણી પૂર્વે નિરસ માહોલ, મતદારોનો મિજાજ જાણવો મુશ્કેલ

- text


મતદાનની ટકાવારી ઘટવાનો રાજકીય પક્ષોમાં છૂપો ડર

(કેતન ભટ્ટી) વાંકાનેર : મહાનગર પાલિકાઓની ચુંટણીમાં મતદાનની ટકાવારી જોતા આગામી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણીમાં પણ મતદાનની ટકાવારી હવે રાજકિય પક્ષોમાં ચિંતાનો વિષય બની છે અને ઓછુ મતદાન થવાનો એક પ્રકારનો છૂપો ડર રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં પણ ચૂંટણીનો નિઃરસ માહોલ જોવા મળી રહ્યો છે.

- text

આગામી તા. 28 નાં રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે માત્ર ચાર દિવસ બાકી રહ્યા હોવા છતાં વાંકાનેરમાં સાવ નિ:રસ માહોલ જોવા મળી રહ્યો છે, મતદારોએ પણ મૌન સેવી લીધું છે. અને મતદારોમાં પણ નિ:રસ મિજાજ અત્યારે જોવા મળી રહ્યો છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 45 થી 50 % જ મતદાન થતાં, આગામી ચૂંટણીમાં મતદાન કેટલા ટકા થશે? તેના પર રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે ત્યારે વાંકાનેરમાં પણ મતદાનની ટકાવારી ઘટી શકે તેવો શુષ્ક માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ મતદારોનો સાચો મિજાજ તો ચુંટણી બાદ જ જાણી શકાય તેવો ‘યુધ્ધ પહેલાની શાંતિ’ જેવો માહોલ વાંકાનેરમાં જોવા મળી રહ્યો છે!

 

- text