મોરબીમાં ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું

- text


પાલિકાના ચૂંટણી સ્ટાફને મતદાન પ્રક્રિયા અંગે તાલીમ અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી 28 ફ્રેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આથી ચૂંટણી કામગીરી માટે રોકાયેલા સ્ટાફ માટે આજે ટ્રેનિંગ સામે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ મતદાન સાંજ સુધી ચાલશે.

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં ચૂંટણીની કામગીરી માટે જોડાયેલા સ્ટાફ માટે આજે ટ્રેનિંગ સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકા વિસ્તારના1થી7 વોર્ડના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફની આજે સવારે ટ્રેનિંગ આપવામાં આવી છે જ્યારે બપોર પછી 8થી13 વોર્ડના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે.

- text

આ ઉપરાંત વોર્ડ નંબર 8થી13 ના ચૂંટણી કામગીરી રોકાયેલા 220 જેટલા મતદારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યારે 1થી7 વોર્ડમાં ફક્ત પાંચ જ ચૂંટણી ફરજ ઉપરના મતદારો હોય તેમને પોસ્ટલ બેલેટ આપીને મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.આ મતદાન પ્રક્રિયા સાંજ સુધી ચાલશે.

- text