અમેરિકાના શિકાગોમાં હિમપ્રપાતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું સૌંદર્ય ખીલી ઉઠયું

- text


 

ચોમેર બરફ આચ્છાદિત મનમોહક દ્રશ્યો સર્જાયા

વાંકાનેર : અમેરિકાના શિકાગોમાં હિમપ્રપાત થતા ત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠયું હતું.

વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોનાં નિર્માણ કર્યા છે, વર્તમાન સમયે પૂજ્ય મહંત સ્વામી સમગ્ર વિશ્વને સત્સંગ લાભ આપી રહ્યા છે, વિશ્વભર માં 1200 જેટલા મંદિરો બીએપીએસ સંસ્થા દ્વારા નિર્માણ કરાયા છે, જેનું કલાત્મક નકશીકામ જગ પ્રસિધ્ધ છે, ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ જગ પ્રસિદ્ધ છે, ત્યારે અમેરિકાના શિકાગોમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું કલાત્મક મંદિર છે, જેનું નકશીકામ બેનમૂન છે. હાલમાં
શિકાગોમાં હિમ પડવાથી ચોમેર બરફ આચ્છાદિત ચાદર છવાતાં આ મંદિરનું પ્રાકૃતિક સૌંદર્ય વધુ ખીલી ઉઠયું છે.

- text

ચારે તરફ બરફ આચ્છાદિત સફેદ ધરતી વચ્ચે કલાત્મક મંદિરનાં ભાગ્યે જ જોવા મળે તેવા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે.

- text