માધાપરવાડી કન્યા શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીનીઓનું ફૂલોથી સ્વાગત કરાયું

- text


મોરબી : કોવિડ-19ની મહામારીના કારણે શાળાઓમાં છેલ્લા અગિયાર માસથી અનઅધ્યયન હતું. વિદ્યાર્થીઓએ હોમ લર્નીગ એટલે કે ઓનલાઈન અભ્યાસ કરતા હતા. હવે સરકાર દ્વારા ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણકાર્યની શરૂઆત ગાઈડલાઈન મુજબ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓએ વાલીના સંમતિપત્રક સાથે જ શાળાએ આવવાનું શરુ કર્યું છે. આજે પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને ફુલેડે વધાવી આવકારવામાં આવેલ હતા. અને શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓનીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

- text