વાંકાનેર નજીક ટ્રકમાં ચોરખાનું બનાવીને સંતાડેલા રૂ. 1.62 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ, ટ્રક મળીને કુલ રૂ. 11.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બુટલેગરોની અનોખી તરકીબથી ટ્રકમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરવાની મેલી મુરાદ ઉપર પાણીઢોળ કરી દીધો હતો. જેમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસેથી પોલીસે ટ્રકમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવાનો ષડયંત્રનો પર્દાફાશ કરી રૂ. 1.62 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. તેમજ વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ, ટ્રક મળીને કુલ રૂ. 11.65 લાખનો મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

ઈંગ્લીશ દારૂની રેડ અંગે વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિઓ નસતેનાબૂદ કરવાની સૂચના આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા તથા તાલુકા પોલીસ સ્ટાફ અને સર્વેલન્સની ટીમના મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકિલભાઈ બાંભણીયા, અજયસિંહ ઝાલા સહિતનાએ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે જી.જે.15 ઝેડ 1161 નંબરનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને અટકાવીને તલાશી લીધી હતી. તે દરમિયાન ટ્રકમાં પોલીસને ગંધ ન આવે, તે રીતે અનોખી ટેકનીકથી ટ્રકમાં ચોરખાનું બનાવીને છુપાવેલો અલગ અલગ બ્રાન્ડની 540 નંગ બોટલ કિંમત રૂ.1,62,000 નો વિદેશી દારૂને પોલીસે ઝડપી લીધો હતો. તેમજ આરોપી હરખારામ રેવારામ સોલંકી (ઉ.વ. 40, રહે રાજસ્થાન)ને વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ. 11,65,100 ના મુદામાલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text