વાંકાનેર બાઉન્ડ્રી નજીક રહેણાંક મકાનમાં 28 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

- text


વાંકાનેર : ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલનાકા પાસે રમેશભાઇ સોમાભાઇ જેજરીયાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ 75 (કુલ કિ.રૂ. 28,125) મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે. આરોપી રમેશે આરોપી નવનીતભાઇ પાસેથી આ મુદામાલ વેચાણ કરવાના ઇરાદે ખરીદ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ દરમિયાન આરોપી જીવણભાઇને પકડી પડ્યો છે. અને આરોપીઓ રમેશ અને નવનીતને પકડવા તજવીજ હાથ ધરી છે. તેમજ ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text

- text