મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં વેલન્ટાઈન ડે માતા-પિતા દિવસ તરીકે ઉજવાશે

- text


વસંતપંચમી અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી અઠવાડિયે વિવિધ દિવસો ઉજવાશે. જેમાં તારીખ 14 ફેબ્રુઆરી રવિવારના રોજ માતા-પિતા પૂજન દિવસ, તા. 16 મંગળવારે વસંતપંચમી-સરસ્વતી પૂજન અને તા. 19 શુક્રવારે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાશે.

- text

આગામી 14 ફેબ્રુઆરી રવિવારના રોજ સાર્થક વિદ્યામંદિરના દરેક વિદ્યાર્થીઓ ઘરે માતાપિતાની પૂજા કરશે. કાર્યક્રમમાં પ્રતિનિધિરૂપે 5 જેટલા માતાપિતા વિદ્યાર્થી સાથે શાળાએ જશે અને માતા-પિતા પૂજનનો કાર્યક્રમ યોજાશે. 16 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી છે. ત્યારે વિદ્યાલય દ્વારા સરસ્વતી પૂજનનું આયોજન થશે. ઉપરાંત, 19 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સૂર્યનમસ્કાર દિવસ છે. ત્યારે સૂર્યનમસ્કારના ફાયદા વિશે સમાજમાં જાગૃતિ આવે તે હેતુ સાર્થક વિદ્યામંદિર અને ક્રીડા ભારતી મોરબી દ્વારા સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન થશે.

- text