ટ્રક માલિક-ટ્રાન્સપોર્ટરના ઝઘડામાં ટાઇલ્સનો જથ્થો અલ્હાબાદને બદલે રાજસ્થાન પહોચી ગયો!

- text


ટ્રાન્સ્પોર્ટર દ્વારા ટ્રકના માલિક અને ડ્રાઇવર સામે નોંધવાઈ છેતરપીંડીની ફરિયાદ

મોરબી : મોરબીમાં ટ્રાન્સ્પોર્ટર અને ટ્રક માલિક વચ્ચે જુના હિસાબની લેતીદેતીના ડખ્ખામાં સીરામીક કંપનીનો માલ ડખ્ખે ચડ્યો છે. જેમાં સોનેકસ ઇન્ડ્સ્ટ્રીઝનો રૂ. 2.70 લાખનો ટાઇલ્સ ભરેલો ટ્રક અલ્હાબાદને બદલે રાજસ્થાન પહોંચાડી ટ્રક માલિક તથા ટ્રક ડ્રાઇવરે ટ્રાન્સ્પોર્ટર પાસે જુના હિસાબની ઉઘરાણી કરી જ્યાં સુધી જૂનો હિસાબ ન મળે ત્યાં સુધી માલ રાજસ્થાન નહિ પહોંચે તેવી ધમકી આપતા અંતે આ મામલો પોલીસમાં પહોંચ્યો છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સીરામીક સીટી ટાવર ઇ-૨ રૂમ નંબર ૨૦૪ માં રહેતા અને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે લાલપર પાસે ટ્રાન્સ્પોર્ટની ઓફીસ ધરવતા મનોજકુમાર પ્યારેલાલ ચૌધરી (ઉવ. ૩૫) એ આરોપીઓ ટ્રક ટ્રેઇલર નંબર આર.જે. 26 જી.બી. 2061 ના માલીક હરીભજન ગુર્જર (રહે શીવદાસપુરા તા.અનીયારા જીલ્લો ટોલ રાજસ્થાન), ટ્રક ચાલક ધોલુ ગુર્જર (રહે શીવદાસપુરા તા. ઉનીયારા જી.ટોક રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ જાન્યુઆરીના રોજ લાલપર સોનેકસ ઇન્ડ્સ્ટ્રીઝમાંથી ફરીયાદીએ લોડ કરેલ સીરામીક ટાઇલ્સની પેટી નંગ ૩૨૬૫ કીમત રૂપિયા ૨,૭૦,૪૯૮ ની મોરબીથી અલ્હાબાદ મોકલવા ભરાવી આપી હતી. તે માલ ટ્રક ટ્રેઇલર નંબર આર.જે.-૨૬-જીબી.૨૦૬૧ ના ચાલકે મોરબીથી સીરામીક ટાઇલ્સ પેટી નંગ ૩૨૬૫ ભરી ટ્રક માલીક પાસે રાજસ્થાન લઇ જઇ આરોપી ટ્રક માલીકે ફરીયાદીને કહેલ કે આપણા આગળનો હિસાબ કરી મારા નીકળતા પૈસા મને આપો ત્યારપછી માલ અલ્હાબાદ પહોચાડીશુ તેમ કહી ટ્રક ટ્રેઇલર નંબર આર.જે.-૨૬-જીબી.૨૦૬૧ મા ભરેલ ટાઇલ્સ પેટી નંગ ૩૨૬૫ રોકી રાખી આરોપીઓએ માલ અલ્હાબાદ નહી પહોંચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેંતરપીડી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text