માળિયા ભાજપમાં ભડકો : પૂર્વ તાલુકા પ્રમુખે પત્નીને અપક્ષ મેદાનમાં ઉતાર્યા

- text


 

પાલિકાની ચૂંટણી નીરસ : અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ન ભરાયું!!

માળિયા : માળિયા તાલુકા ભાજપમાં ટીકીટ વિતરણને લઈને નારાજગી સામે આવી છે. તાલુકાના પૂર્વ પ્રમુખને ટીકીટ ન મળતા તેઓએ તેમના પત્નીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ નગરપાલિકાની ચૂંટણી નીરસ બની છે. સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય છતાં આજ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં આજે 10 ફોર્મ ભરાયા છે. ઉપરાંત બે ફોર્મ ઉપડ્યા પણ છે. જ્યારે જિલ્લા પંચાયતની મોટા દહીંસરા અને ખાખરેચી બેઠકમાં એક અપક્ષે ફોર્મ ભર્યું છે. સામેં બે ફોર્મનો ઉપાડ થયો છે. બીજી તરફ નગરપાલિકામાં અત્યાર સુધીમાં 67 ફોર્મ ઉપડ્યા છે. પણ એકય ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.

માળિયા તાલુકામાં ટીકીટ વિતરણને લઈને નારાજગી પણ જોવા મળી છે. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે તેમના પત્ની લાભુબેન પ્રાણજીવનભાઈ કાવર માટે ટિકિટની માંગણી કરી હતી. પણ તેઓને ટીકીટ ન મળતા અંતે તેઓએ અપક્ષ તરીકે મેદાનમાં ઉતારી ફોર્મ ભરી દીધું છે.

- text