મોરબીનો વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો

- text


મોરબી : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ દ્વારા માથાભારે તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં અને પાસાની કાર્યવાહી તેજ કરી છે જે અન્વયે મોરબી વિસીપરાના માથાભારે શખ્સ હરભજનસિંગને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

- text

મોરબીમાં અગાઉ ખૂનની કોશિશ અને ગંભીર મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીંચી ઉ.19, રહે.વીસીપરા વિસ્તારવાળા યુવાનની જી.મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે દરખાસ્ત મંજૂર થતા હરભજનસિંગની અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ કરતા એ ડિવિઝન પોલીસે આ આ માથભારે શખ્સને ઝડપી લઈ અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

- text