મોરબી-વાંકાનેરમાં 5 કાર અને 7 રિક્ષા સહીતના વાહનો ડિટેઇન

- text


મોરબી: મોરબી જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન વાંકાનેર અને મોરબી શહેર તાલુકામાંથી મોટર વહિકલ અને પ્રોહીબિશનની વિવિધ કલમો હેઠળ કુલ 7 રિક્ષાઓ અને 4 પેસેન્જર તેમજ 1 ખાનગી કાર મળી કુલ 5 કાર ડિટેઇન કરી ચાલકો સામે કેસ કર્યા હતા.

મંગળવારે દિવસ દરમ્યાન મોરબી સીટી એ.ડીવી. પો.સ્ટેની હદમાં આવતા લીલાપર રોડ, જે.કે. હોટલ પાસેથી 1 સીએનજી રીક્ષા, બી.ડીવી. પો.સ્ટે.ની હદમાં ગેંડા સર્કલ પાસેથી 1 સીએનજી રીક્ષા, વીસીપરા પોલીસ ચોકી પાસેથી દારૂ પીને રીક્ષા ચલાવતા 1 સીએનજી રીક્ષા ચાલક સામે તથા મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામ, બાપા સીતારામ મઢુંલી રોડ પરથી 1 સીએનજી રીક્ષા ચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- text

જ્યારે વાંકાનેર સીટી. પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, પીર મશાયખા દવાખાનાની સામેથી 1 સીએનજી રીક્ષા, વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ચોકડીએથી 1 સીએનજી રીક્ષા, મેસરીયા બોર્ડ પાસેથી 2 મારુતિ ઇકો કાર, ઢૂંવા ચોકડીએથી 1 ઇકો કાર, મેસરિયા બસ સ્ટેન્ડ પાસેથી 1 ઇકો કાર સામે મોટર વહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ અને 1 ખાનગી હુંડાઈ ક્રેટા કાર ચાલક સામે પ્રિહીબિશન એક્ટની કલમ હેઠળ કેસ કરી તમામ વાહનો ડિટેઇન કરાયાં હતા.

- text