મોરબી જિલ્લા પંચાયતની હળવદની પાંચ બેઠકોના કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ

- text


સાપકડા, ટિકર, માથક, ઘનશ્યામપુર અને ચરાડવા બેઠકના ઉમેદવાર ફાઇનલ કરાયા

હળવદ : આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત હેઠળ આવતી હળવદ તાલુકાની પાંચ બેઠકો માટે આજે કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ કરી લેવામાં આવ્યા હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં આજે ભાજપ – કોંગ્રેસ દ્વારા સતાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવનાર છે ત્યારે તે પૂર્વે જ મોરબી જિલ્લા પંચાયત હેઠળ આવતી હળવદ તાલુકાની પાંચ બેઠકો માટે કોંગ્રેસ મવડી મંડળ દ્વારા પાંચ ઉમેદવાર નક્કી કરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા હળવદની સાપકડા બેઠક ઉપર હેમાંગભાઈ રાવલ, ટીકર બેઠક ઉપર સરોજબેન એરવાડીયા, માથક બેઠક ઉપર ગોરધનભાઈ કુંવરીયા, ઘનશ્યામપુર બેઠક ઉપર અંકિતાબેન ખેર અને ચરાડવા બેઠક માટે નારણભાઈ સોનગરા ફાઇનલ કરાયા હોવાની માહિતી મળી છે. જો કે કોંગ્રેસ દ્વારા સતાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ નથી.

- text