ટંકારામાં રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારામાં રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 185 દર્દીએ લાભ લીધો હતો. તે પૈકી 45 દર્દીઓને મોતિયો હોવાથી સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

ટંકારામાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આજે રાજકોટ-મોરબી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે નેત્રરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 185 જેટલા દર્દીઓ આવ્યા હતા. તેમાંથી 45ને મોતિયો હોવાનું નિદાન થતા તેમને રાજકોટ હોસ્પિટલમાં નિ:શુલ્ક લઈ જવામાં આવ્યા હતા. તેમજ ફરી મોરબી લઇ આવવા, તેમના જમવાની, નેત્રમણિ ઓપરેશનની, દવા, ટિપા, ચશ્મા સહિતની જરુરી ટ્રીટમેન્ટ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

- text

ટંકારામાં આ કેમ્પ દર મહિનાની તા. 6ના રોજ સવારે 9થી બપોરના 12 વાઞ્યા સુધી યોજવામાં આવે છે. આ માટે દરેક આંખના રોગથી પિડીતોને લાભ લેવા આયોજક ચનાભાઈ કટારીયા, સુકેતુ રાવલ (ભોપલીભાઈ), પ્રતિક આચાર્ય (લાલાભાઈ), ગીરીશભાઈ ગાંધી, જે. કે. સ્ટુડિયો, નીલેશભાઈ પટણી, જૈનભાઈ, ભાવિનભાઈ સહિતના લોકો ભારે જહેમત ઉઠાવે છે.

- text