મિતાણા ચોકડી નજીક પાંચ માસથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

- text


ટંકારા : કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવાના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતો આરોપી આજે મિતાણા ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈએ જિલ્લામાં 10 જાન્યુઆરીથી 9 ફ્રેબ્રુઆરી સુધી વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના આપતા ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ફારૂકભાઈ પટેલ, પ્રદીપભાઈ ગોહેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, જિતેન્દ્રભાઈ ઘેલાભાઈ સહિતના ટંકારા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એએસઆઈ ફારૂકભાઈ પટેલને મળેલી બાતમીના આધારે પોલીસે મિતાણા ચોકડી પાસે ટંકારા પોલીસ મથકના એપેડમિક ડીસીઝ એકટના ગુનામાં પાંચ માસથી ફરાર રહેલા આરોપી માંગીલાલ નાહરસિંહ ડાવર (રહે. મધ્યપ્રદેશ)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text