મોરબીમાં દેવમ હોસ્પિટલના 12માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે રવિવારે રાહતદરે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ

- text


મોરબી : મોરબીમાં દેવમ ફેમિલી ડે કેર હોસ્પિટલને સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થતાં 12માં વર્ષમાં પ્રવેશ નિમિતે આગામી રવિવારના રોજ રાહતદરે ફૂલ બોડી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પ્રિવેન્સન ઇઝ બેટર ધેન ક્યોર ખૂબ જરૂરી હોય એટલે શરીરમાં શુ ઊણપ છે તેની આગોતરી માહિતી ખૂબ સરળ રીતે મેળવવાની મોરબીવાસીઓને તક મળી છે.

મોરબીમાં રવાપર કેનાલ ચોકડી પાસે ઓમ પાર્ટી પ્લોટ સામે દેવમ ફેમિલી ડે કેર હોસ્પિટલ અને લેબોરેટરીનું કલેકશન સેન્ટર કાર્યરત છે. અહીં નિષ્ણાંત તથા બહોળો અનુભવ ધરાવતા એવા ડો.ચેતન અઘારા
(ફેમિલી ફિઝિશિયન & સર્જન BAMS, CCH, CSD) અને ડો. દિપક કાવર ( ફેમિલી ફિઝિશિયન & સર્જન)ની સેવા ઉપલબ્ધ છે. સાથે ડો. દેવાંગીબેન સરડવા ( એમ.ડી. પેથોલોજિસ્ટ )ની સેવા પણ ઉપલબ્ધ છે.

આ હોસ્પિટલે સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ કરેલ છે. 12માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે નિમિત્તે મોરબીવાસીઓ માટે આગામી તા.7ને રવિવારના રોજ સવારે 9થી 1 દરમિયાન ખાસ ફૂલ બોડી ચેક અપના કેમ્પનું રાહત દરે આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે નોર્મલ પેકેજના રૂ. 1340 લેવામાં આવતા હોય છે.આ કેમ્પમાં તેના માત્ર રૂ. 900 લેવામાં આવશે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓના ટેસ્ટ રૂ. 2110ની બદલે રૂ. 1450માં, હદયરોગના દર્દીઓના ટેસ્ટ રૂ. 1460ની બદલે રૂ. 1050માં તથા એડવાન્સ પેકેજ રૂ. 3880ની બદલે રૂ. 2500માં કરી આપવામાં આવશે.

- text

મોરબીવાસીઓ માટે ફૂલ બોડી ચેકઅપ તે પણ રાહત દરે કરાવવાની આ તક આવી છે. જેનો લાભ ચૂકવા જેવો નથી. આ કેમ્પમાં નામ નોંધાવવુ ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9104662244 અથવા
02822 225152 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text