બગસરા ગામે રેશનિંગનો જથ્થો ન આપનાર દુકાનદાર સામે કાનૂની કાર્યવાહીની માંગ

- text


બગસરા ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

માળીયા (મી.) : માળીયાના બગસરા ગામના લોકોને લક્ષ્મીવાસ ગામની સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનો જથ્થો આપવામાં આવે છે. પણ ગત જાન્યુઆરી માસનો બગસરા ગામના લોકોને રેશનિંગનો જથ્થો મળ્યો નથી. જ્યારે લક્ષ્મીવાસ ગામ દૂર હોય અને ભાવપર નજીક હોવાથી ગામલોકોએ ભાવપરથી બગસરા ગામને રેશનિંગનો જથ્થો આપવાની વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે રેશનિંગનો જથ્થો ન આપનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી છે.

- text

માળિયા(મિં.) તાલુકાના બગસરા ગામના સરપંચ અને ગ્રામજનોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાતુ સસ્તા અનાજ ગત જાન્યુઆરી માસનું મળ્યું નથી. મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાના બગસરા ગામ પછાત સમુદાયનું હોય અને છેવાડાનું ગામ હોય અગાઉ મામલતદારને ગામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. તથા ગ્રામ પંચાયતના ઠરાવની રજુઆત અને ભાવપર ગામે સસ્તા અનાજની દુકાન સાથે
જોડી અનાજ આપવાની રુજુઆત કરી હોવા છતાં લક્ષ્મીવાસ ગામની સસ્તા અનાજની દુકાનેથી બગસરા ગામને અનાજ આપવામાં આવે છે. અગાઉની રજુઆતને પગલે અસરથી સરકાર તરફથી માત્રને માત્ર બીમાર સબબ ઔપચારીક ડીપો ટ્રાન્સફર કરી આપવામાં આવ્યું હતું. કોઇ કડક કાર્યવાહી કરાઈ ન હતી.

વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત વતી લક્ષ્મીવાસ ડેપોને સીલ લાગી જાય અને બીજી વખત આવી ઘટના ન બને તેવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ બગસરાથી લક્ષ્મીવાસ ગામ દૂર થતું હોય અને ભાવપર ગામ નજીક થતું હોય. તેથી, બગસરા ગામને ભાવપર ગામ સાથે જોડી ત્યાંની સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનો જથ્થો આપવાની રજુઆત કરી હતી. તેમજ ગત જાન્યુઆરી-૨૦૨૧ના માસનું બગસરા ગામ લોકોને લક્ષ્મીવાસ ગામેથી અનાજ મળ્યું નથી. લક્ષ્મીવાસ ડેપો દ્વારા અગાઉ અનાજ પુરૂ આપ્યું નથી અને પૈસા ૮ ગણા લીધા હોવાના આક્ષેપ સાથે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text