ટંકારા: તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પુરી

- text


જીલ્લાની 3 બેઠકો માટે 13 અને તાલુકાની 16 બેઠક માટે 24 ઉમેદવારે દાવેદારી નોંધાવી:

ટંકારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે ગામડાઓમાં ફરી ફરીને સૌ પ્રથમ મતદારો અને સ્થાનિક કાર્યકરોની સેન્સ લઈ નક્કી કરેલા ઉમેદવારોને રવિવારે લતીપર ચોકડી, ટંકારા ખાતે કોંગ્રેસ કાર્યાલયે બોલાવી ઉમેદવારોની સેન્સ પ્રકિયા હાથ ધરી હતી. જેમા મોરબી જિલ્લાના કોંગ્રેસ પક્ષના પ્રભારી અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, મોરબી જિલ્લાના નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, ટંકારા જિલ્લા પંચાયત અને ટંકારા તાલુકા પંચાયતના દાવેદારોને મળી ઉમેદવારી માટેના દાવેદરોને ચકાસ્યા હતા.

ટંકારામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો કબ્જે કરી હતી. ત્યારે આ વખતે ચુંટાયેલા સભ્યો ફરી ટિકિટ માટે દાવેદારી નોંધાવશે એવી અટકળો વચ્ચે 50% નવા ચહેરાને મેદાનમાં ઉતારવાનું અગાઉથી નક્કી હોય તેમ 10 બેઠક માટે માત્ર એક-એક જ ઉમેદવારે ફોર્મ રજુ કર્યા હતા. જે નામો ફાઈનલ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, જીલ્લા પંચાયતની સીટો માટે ખેંચતાણ ચાલી રહી છે. ઓટાળા સિટમાં 6 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ટંકારામાં 4 અને લજાઇમાં 3 તો તાલુકાની ટંકારાની 2 નંબરની સિટ માટે સૌથી વધુ 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

ગત ચૂંટણીની જેમ જ ભાજપનો ક્લિન સ્વિપ કરવા કોંગ્રેસે રણટંકાર કર્યો છે. લોકોની વચ્ચે રહેતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેની જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. જો કે, ફાઈનલ નામો ઉપર મહોર લાગશે ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

- text

સેન્સ લેવાની આ પ્રક્રિયા સમયે ટંકારા ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા, ટંકારા સંગઠન પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, દુષ્યંત ભુત, પરેશ ઉજરીયા, રમેશ રબારી, નિલેશ પટણી, અશોક સંધાણી, મહેશ લાધવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text