મનોદિવ્યાંગ બાળકોની સેવા માટે મોરબીના યુવાને સન્યાસની દીક્ષા ધારણ કરી

- text


મોરબી : હિંદુ સનાતન ધર્મ અને ગુરૂ પરંપરા મુજબ મહાકુંભ-2021 હરિદ્વાર ખાતે ભક્તિ યોગ આશ્રમમાં જુના અખાડાના સંન્યાસી ડો. સ્વામી શંકરાનંદ સરસ્વતીએ મોરબીના વિજયભાઈને માં ગંગાના ઘાટે વૈદિક શાસ્ત્રોક્ત વિધિવત સંન્યાસી દીક્ષા આપેલ છે. સનાતન ધર્મ પરંપરા અને ગુરૂ શિષ્ય પરંપરા મુજબ તેમને ‘સત્ય વિજય સરસ્વતી’ નામ ગુરૂ કૃપાથી મળેલ છે.

વિજયભાઈએ ગૃહસ્થ જીવનથી વાનપ્રસ્થ જીવન પૂર્ણ કર્યું છે. હવે મનોદિવ્યાંગ બાળકોની સેવા કરી તેમજ આધ્યાત્મ અને સંયમી જીવન જીવી સન્યાસની યાત્રા પૂર્ણ કરશે. તેમજ મનોદિવ્યાંગ બાળકોને ઘર જેવું વાતાવરણ મળે તે માટે રહેવાની સુવિધા, નિઃશુલ્ક તાલીમ, ભોજન અને વિશિષ્ટ શિક્ષણ મળી રહે તેવા ‘સેવા-પ્રકલ્પ’ને પ્રજ્વલિત કરી સેવાની જ્યોત જગાડાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text