મોરબી બાર એસોસિએશનની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાઈ

- text


મોરબી: એડવોકેટ એક્ટ 1991 હેઠળ થતી બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીને કારણે પાછી ઠેલવામાં આવી છે.

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માર્ચ 2021 સુધી ટાળી દેવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 28 ડિસેમ્બરે એક પરિપત્ર જાહેર કરાયો હતો. જે પરિપત્રની જાણ 10 જાન્યુઆરી 2021 બાદ થતા બારની ચૂંટણી પ્રક્રિયા માર્ચ 2021 સુધી મુલત્વી રાખવામાં આવી છે. આથી હાલના તમામ હોદ્દેદારો કાર્યકારી હોદ્દેદારોની રુએ કાર્યરત રહેશે એમ મોરબી ડિસ્ટ્રીક બાર એસોસિએશનની એક યાદીમાં જણાવાયું છે.

- text

 

- text