મોરબી : શહીદ દિવસ નિમિત્તે સબ જેલમાં બે મિનિટનું મૌન પળાયું

- text


 

મોરબી: આજે 30 જાન્યુઆરીના દિવસે કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ શહીદ દિન મનાવવામાં આવ્યો હતો. આજના દિવસે જ મહામાનવ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નિધન થયું હતું.

- text

મહાત્મા ગાંધીના 73માં નિર્વાણદીને આજે શનિવારે મોરબીની સબ જેલમાં સવારે 10:59 કલાકે સાયરન વગાડી 2 મિનિટનું મૌન પાળવા માટેનો સંકેત અપાયો હતો. ત્યારબાદ 11:00 વાગ્યાથી 11:02 મિનિટ સુધી મૌન પળાયું હતું. ભારતની આઝાદી માટે શહીદ થયેલા વિરો તથા ગાંધીજીના બલિદાનની સ્મૃતિમાં સબ જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

- text