મોરબી : ઇન્દીરાનગરમાં રહેતી પરિણીતા લાપત્તા

- text


મોરબી : મોરબીના ઇન્દીરાનગરમાં રહેતી યુવતી ઘરે કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ છે. આથી, ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તેના પતિએ ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબીના ઇન્દીરાનગરમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ કાયાભાઇ પરમારના પત્ની ભાવનાબેન (ઉ.વ. 23) ગત તા. 27ના રોજ સવારે 9 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહેલ છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુમ થનારે લેગીસ, લાલ કલરનું ટોપ, સફેદ કલરની ચુદડી અને કાળા કલરનો સ્વેટર પહેરેલ હતુ. અને તે સાધારણ બાધાની વાને ઘઉં વર્ણી અને ઉચાઈ આશરે સવા પાંચ ફુટ છે.

- text