ટંકારાના કોરોના વોરિયર હેલ્થ સુપરવાઇઝર હિતેષ પટેલએ વેક્સીન મુકાવી

- text


ટંકારા : વૈશ્વિક મહામારી કોવિડ-19 કાળમાં ઉમદા અને માનવતાવાદી વલણથી લોકહૃદયમાં આગવું સ્થાન મેળવનાર ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેષ પટેલએ રસી મુકાવી હતી.

કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન જિલ્લા બહારથી આવતા લોકો માટે આરોગ્યલક્ષી પગલાં લેવા તથા કોરોના પોઝીટીવ વ્યક્તિ અને તેના પરીવારને પોતીકા ગણી દર્દીના હાલહવાલ નિત્ય મેળવવા અને તેના મનમાં ઉદભવતા સવાલોને સાંભળી સમાધાન આપવા સહિતની કામગીરી કરનાર તેમજ જેને 45 ગામના લોકોએ કોરોના મહામારીના મસીહાનુ બિરૂદ આપ્યું છે એવા ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષભાઈએ ગઈકાલે કોરોનાની રસી મુકાવી હતી.

- text

- text