મોરબી નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના, 4 યુવકના મોત, એકને ઇજા

- text


અજાણ્યા વાહન ચાલકે ઠોકરથી રાજસ્થાનના લોકોના મોત

મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે ગુરુવારે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચી હતી. બનાવ બાદ તમામના મૃતદેહને પીએમ માટે જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મરણજનાર રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર માળીયા ફાટક પાસે વહેલી સવારે રાજસ્થાના 4 યુવાનો મોરબી આવ્યા હતા જેમને તેડવા મોરબી રહેતો યુવક આવ્યો હતો. ત્યારે માળીયા ફાટક પાસે કાળ બનીને આવેલ એક અજાણ્યા વાહન ચાલકે પાંચેય લોકોને હડફેટે લેતા 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે એકને ઈજા પહોચતા સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા .બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.

મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એકી સાથે ચાર લોકોના મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

મૃતક ના નામ
1) તેજારામ વખતારામ ગામેતી(ઉ.વ.17)
2) શિવાજી પ્રતાપભાઈ ગામેતી(ઉ.વ.19)
3) સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી(ઉ.વ.19)
4) શિવાજીભાઈ પ્રતાપભાઈનો સાળો
રહે. બધા રાજસ્થાન, ઉદેપુર

ઇજાગ્રસ્ત : દિનેશ શંભુભાઈ

- text

- text