ટંકારામાં રીક્ષાની સીટ નીચે છુપાવેલ 760 લીટર દેશી દારૂ ઝડપાયો

- text


એક શખ્સની અટકાયત, બે શખ્સોની શોધખોળ ચાલુ

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા-રાજકોટ-મોરબી હાઇવે પરથી રૂ. 15,200ના દેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ આ કેસમાં અન્ય બે શખ્સોનું નામ ખુલ્યું છે.

ગઈકાલે તા. 27ના રોજ ટંકારા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે ટંકારા-રાજકોટ-મોરબી હાઇવે પર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે આરોપી દિપકભાઇ રાધવજીભાઇ આહિયા (ઉ.વ. 35, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે. રાજકોટ હુડકો ચોકડી, કોઠારીયા રોડ, રણુજાધામ, જુના ગણેશનગર, તા.જી. રાજકોટ)ની અતુલ શકિત રીક્ષા રજી. નં- જી.જે.17.યુ.5704ની પાછળની સીટ નીચેથી સફેદ પ્લાસ્ટિકના બાચકામાં પ્લાસ્ટિકની પારદર્શક દેશી દારૂ ભરેલ કોથળીઓ 152 નંગ (દેશી દારૂ લીટર 760, કુલ કિ.રૂ. 15,200) ઝડપી પાડવામાં આવી હતી.

પોલીસે દેશી દારૂ અને રીક્ષા સાથે કુલ કિ.રૂ. 80,200નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ સુનીલ (રહે. રાજકોટ) અને દિગુભા (રહે. શકત શનાળા)નું નામ ખુલ્યું છે. હાલમાં પોલીસે આરોપી દિપકની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરેલ છે.

- text

- text