મોરબી શહેર આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા વિભાગના હોદેદારોની નિમણુંક

- text


મોરબી : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રથમ વખત લડતી આમ આદમી પાર્ટીએ પૂરા જોશથી ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે.

- text

ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરત થયા પહેલા જ આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ દ્વારા ‘આપ’ના 12થી પણ વધુ ઉમેદવારો જાહેર કરી નવી રીત અપનાવવામાં આવી છે. ત્યારબાદ ગઈકાલે તા. ૨૬ જાન્યુઆરીના રોજ મોરબી શહેર સોશિયલ મીડિયાની જવાબદારી પ્રમુખ તરીકે અમિત સાણંદિયાને અને મહામંત્રી તરીકે દિવ્યેશ ટીલાવતને સોંપવામાં આવેલ છે, તેવી આમ આદમી પાર્ટી મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text