પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ કાલે મોરબીમાં, સરપંચો સાથે કરશે સંવાદ

- text


ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને લજાઈ ચોકડીએ યોજાશે સરપંચ સંવાદ:

મોરબી : ભાજપ મોરબી જિલ્લા પરિવાર દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ગુરુવારે રાજકોટ-મોરબી હાઇવે પર લજાઈ ચોકડી ખાતે બપોરે 2:30 કલાકે આ સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ગુરુવારે બપોરે 02:30 કલાકે રાજકોટ-મોરબી હાઇવે પર લજાઈ ચોકડી ખાતે ગ્રીનવેલી સ્કૂલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય હળવદ- ધાંગધ્રા પરસોત્તમભાઈ સાબરીયા, એપીએમસી ચેરમેન મગનભાઇ વડાવીયા સહિતના ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહેવા માટે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રભારી ભાનુભાઈ મેતા, જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલ અને જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઇ દલવાડીએ તમામ સરપંચોને નિમંત્રણ આપ્યું છે.

- text

- text