મોરબી : બાઈક ઉપર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવા નીકળેલા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે બાઈક ઉપર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવા નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સો સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ બાતમીના આધારે ગઈકાલે તા.૨૩ ના રોજ મોરબીના લખધીરપુર રોડ ઉપર હીટકો સીરામીકની પાસે કાચા રસ્તે GJ-03-FM-0392 નંબરના બાઈક ઉપર ઈંગ્લિશ દારૂની બોટલો લઈને નીકળેલા બે આરોપીઓ નીતીનભાઇ અરજણભાઇ શીયાળ (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે,હાલે, સો ઓરડી શેરી નં.૨ મોરબી) અને ફીરોજભાઇ ગુલાબભાઇ કુરેશી (ઉ.વ.૪૨ ધંધો.મજુરી રહે.હાલ સો ઓરડી વરીયા નગર,વરીયા માતાજીના મંદીર પાસે મોરબી) ને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વીસ્કીની શીલપેક બોટલ નંગ ૨ કી.રૂ.૬૪૦ તથા બાઈક સહિત કુલ રૂ.૧૫,૬૪૦ ના મુદૃામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

 

- text