સીરામીક કંપનીમાંથી 6.45 લાખની ટાઇલ્સ ભરીને ટ્રક ડ્રાઈવર થયો ફરાર

- text


વાંકાનેર : વાંકાનેરની એક સીરામીક ફેક્ટરીમાંથી 6.45 લાખની કિંમતની ટાઇલ્સ ભરી દિલ્હી જવા નીકળેલા ટ્રક ડ્રાઈવરે નિયત પાર્ટીને માલ ન પહોંચાડી ઓળવી જતા ફેકટરી માલિક વતી સ્થાનિક ટ્રાન્સપોર્ટરે ટ્રક માલિક તથા ડ્રાઈવર સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો આ અનુસાર દુર્ગા રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટની પેઢી ધરાવતા મૂળ રાજસ્થાનના એવા રોહિતાસ હનુમાન સહાય નામના ટ્રાન્સપોર્ટરે RJ -02 B 2605 નંબરની ટ્રકમાં ઢૂંવા ગામ નજીક આવેલી ક્યુટોન નામની સીરામીક ફેકટરીમાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી મોકલવા માટે ભરાવ્યો હતો. કુલ 540 પેટી ટાઇલ્સના આ જથ્થાની ઇ-વે બિલ મુજબ 6.45 લાખ રૂપિયાની કિંમત હતી. આ માલ દિલ્હીના મોહિતભાઈ સિંગળા નામના વેપારીને પહોંચાડવા માટે રવાના કરાયો હતો.

- text

જો કે, નિયત સમયમાં ઉપરોક્ત ટાઇલ્સનો જથ્થો દિલ્હી ન પહોંચતા ટ્રાન્સપોર્ટરે તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર પાર્ટીએ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ટ્રકના ડ્રાઈવર બીસરામ સોનું રહે. ભરતપુર, રાજસ્થાન અને ટ્રક માલિક ઇરસાદખાન ખજરુખાન રહે. લક્ષ્મણગઢ, રાજસ્થાન ટ્રકમાં ભરેલ માલનો જથ્થો બારોબાર ઓળવી ગયા છે. આથી ટ્રાન્સપોર્ટરે વાંકાનેર પો.સ્ટે.માં ઉપરોક્ત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પો.સ્ટે.ના પી.એસ.આઈ. આર. એ.જાડેજાએ બન્ને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- text