મોરબી : વકીલને ચાર લોકોએ ઓફિસમાં આવી માર માર્યાની ફરિયાદ

- text


વકીલે ચાર શખ્સો સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં મિત્રની બહેનને એક યુવાન ભગાડી ગયા બાદ મિત્રને તેની બહેનની શોધખોળ કરવામાં મદદ કરનાર વકીલ ઉપર યુવાનના પરિવારના ચાર સભ્યોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વકીલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારમારીના બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના અમરનગર ગામે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા જયદીપભાઇ બાલુભાઇ પાચોટીયા (ઉ.વ્.૨૬) એ આરોપીઓ જયેશભાઇ હરજીવનભાઇ દસાડીયા, અશ્વીનભાઈ હરજીભાઈ દસાડીયા (બંન્ને રહે.રવાપર રોડ અનમોલ પેલેસ મોરબી), આશીષભાઈ આદ્રોજા (રહે.રવાપર રોડ બોની પાર્ક મોરબી) તુલશીભાઈ કોળી (રહે.પંચાસર ચોકડી પાસે મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૨ ના રોજ બપોરના પોણા બેએક વાગ્યાના અરશામાં મોરબી શનાળા રોડ જી.આઈ.ડી.સી.ના નાકે H.D.F.C. બેન્ક ઉપર પહેલા માળે આવેલ પોતાની ઓફિસમાં ફરિયાદી હતા. ત્યારે ફરિયાદીના મિત્ર ગીરીશભાઈની બહેનને આ એક આરોપીના મામાનો દીકરો નિકુંજ ભગાડી લઈ ગયેલ હોય અને ફરીયાદીએ શોધખોળ કરવામાં મદદ કરેલ હોય જે આરોપીને સારૂ નહિ લાગતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઝપાઝપી કરી મોઢાના ભાગે મુંઢ ઈજા કરી તથા આરોપીઓએ જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text