મોરબી : ફ્રોડ કોલ સેન્ટરના મૂળ સુધી પહોંચવા પોલીસ ટેક્નિકલ એક્સપર્ટની મદદ લેશે

- text


પોલીસે કબ્જે કરેલા મોબાઈલ, લેપટોપ સહિતના સાધનોમાંથી માહિતી મેળવવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લાના માળીયા મિયાણાના મોટી બરાર ગામમાંથી ગઈકાલે ગુરુવારના રોજ પકડાયેલા ફ્રોડ કોલ સેન્ટર કૌભાંડમાં કોલ સેન્ટર ચલાવતા તત્વોના મૂળ સુધી પહોંચવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અને તેના માટે ટેક્નિકલ ટીમની પણ મદદ લેવામાં આવશે. હાલ પોલીસે પકડાયેલ આરોપીઓએ કેટલા લોકોને શિકાર બનાવી છેતર્યા, તે અંગે તપાસ કરવા બેંક ખાતાઓની વિગત મેળવવા આવી રહી છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી કબજે કરેલા લેપટોપ, મોબાઈલ અને ડેસ્કટોપને પણ ટેક્નિકલ સેલની મદદથી ફંફળોવામાં આવશે. અને તેમાં રહેલા કોન્ટેક્ટ, વોટ્સએપ ચેટ, મેસેજીસ વગેરેની તપાસ હાથ ધરી મુખ્ય સુત્રધારની શોધખોળ કરવામાં આવશે.

આ અંગે તપાસ અધિકારી પી.એસ.આઈ. ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તેના આધારે વધુ વિગત બહાર આવશે અને નવા આરોપીઓ ઉમેરાશે ત્યારે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text

આરોપીઓને રૂ. 20 હજારનો પગાર અપાતો હતો

ઝડપાયેલા આરોપીઓ અમદાવાદથી આવતા હતા અને રાત્રીના 2થી 10 વાગ્યા સુધી કામ કરતા હતા. કારણ કે જ્યારે તેઓ ફોન કરતા ત્યારે યુ.કે.માં દિવસનો સમય હોય. આથી, એવા સમયે મેસેજ કરતા હતા અને શનિ-રવિવારે ઘરે જતા રહેતા હતા. તેઓને મહિનાના હાલ રૂ. 20,000 પગાર ચૂકવવામાં આવતો હતો. તેમજ જો કોઈ વ્યક્તિ જાળમાં ફસાઈ અને તે પાઉન્ડ જમા કરાવે તો મળેલી રકમની ટકાવારી મુજબ એલાઉન્સ (બોનસ) પણ ચુકવવામાં આવતું હતું.

- text