ટંકારા: કચરો ફેંકવાની બાબતે ઝઘડો થતાં એક મહિલાએ બીજીને બચકું ભર્યું

- text


ટંકારા: કચરો ફેંકવા જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો થતા એક મહિલાએ બીજી મહિલાને બાવડે બચકું ભરી લીધું હતું. જ્યારે બચકું ભરનાર મહિલાની પુત્રી અને પતિએ ફરિયાદીને અપશબ્દો કહી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટે.માં નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

- text

ટંકારાના હરબટીયાળી ગામે 35 વર્ષીય સરોજબેન દેવરાજભાઈ સંઘાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પડોશમાં રહેતા બીલીબેન યુનુષભાઈ તથા તેમની મોટી પુત્રી અને પતિએ કચરો ફેંકવાની બાબતને લઈને પહેલા ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન બીલીબેને સરોજબેનને બાવડે બચકું ભરી લીધું હતું અને તેની મોટી પુત્રીએ અપશબ્દો કહી ઢીંકા પાટુનો માર માર્યો હતો. જ્યારે યુનુસભાઈએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પીડીતાએ ઉપર મુજબની ફરિયાદ નોંધાવતા મહિલા પી.એસ.આઈ. એ.વી. ગોંડલીયાએ બે મહિલા તથા એક પુરુષ આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

- text