ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

- text


મોરબી : મોરબીમાં ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટેલગરની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી હતી.જેમાં મોરબી.જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના તથા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કલેકટરને એક.આરોપીના પાસાના વોરેટની દરખાસ્ત કરવામાં આવી હતી.આથી મોરબી જિલ્લા કલેકટર પાસાના વોરંટને ઇસ્યુ કરતા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના પીએસઆઇ એન.બી.ડાભી સહિતના સ્ટાફે ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા દિનેશકુમાર બાબુલાલ સિયાગ (રહે રાજસ્થાન) ની પાસા હેઠળ ધરપકડ કરીને તેને આજે વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

- text

- text