મોરબીમાં વિચરતી જાતિઓના તમામ પડતર પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

- text


કલેકટરે જાંબુડીયામાં વિચરતી જાતિઓના 145 પરિવારોના રહેણાંક અર્થે પ્લોટ આપવાની સૂચના આપી

મોરબી : મોરબીમાં જિલ્લા કલેકટર જે. બી. પટેલના વડપણ હેઠળ આજે વિચરતી જાતિઓના તમામ પડતર પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર સાથેની મીટિંગમાં 6 વસાહતોના જાંબુડીયામાં VSSM દ્વારા પસંદ કરેલ જમીનમાં વિચરતી જાતિઓના 145 પરિવારોના રહેણાંક અર્થે પ્લોટ આપવાની સૂચના આપવામાં આવી હતી.

આ મિટીંગમાં જિલ્લા કલેકટરે મોરબી, વાંકાનેર, ટંકારા તથા હળવદના મામલતદાર અને પ્રાંત અધિકારીઓને પણ વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) સંસ્થાને સાથે રાખીને ફેબ્રુઆરી 2021 એન્ડ સુધીમાં વિચરતી જાતિઓના તમામ પડતર પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ કરવાની તાકીદ કરી હતી. તેમજ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાને પણ દરેક મામલતદારના સંપર્કમાં રહી પેન્ડિગ કામ પૂર્ણ કરાવવવાની સૂચના આપી હતી અને આ કામગીરીનો દર અઠવાડિયે રિપોર્ટ જિલ્લા કલેકટર તેમજ અધિક કલેક્ટર જોષીને આપવાની તાકીદ કરી હતી. વિચરતી જાતિઓની તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર પટેલએ અગત્યની સૂચનાઓ આપી હતી. જેથી, VSSM સંસ્થા વતી મિત્તલબેન પટેલ અને કલેક્ટર પટેલ અને મોરબી વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો.

- text

- text