ટંકારા : સાથણીની જમીન ફાળવવામાં તંત્ર બે વર્ષથી નિરસતા દાખવતું હોવાનો દિવ્યાંગ અરજદારનો આક્ષેપ

- text


30 દિવસના બદલે 2 વર્ષે પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કર્યું હોવાની રાવ

ટંકારા : ટંકારા તાલુકાના ખીજડીયા ગામના નરશીભાઈ ભીખાભાઈ વરણ નામના દિવ્યાંગ યુવકે ખેતી કામ થકી રોજી રોટી મેળવવા જિલ્લા કલેકટરને સાથણીની જમીન માટે અરજી કરી હતી. 2018ના વર્ષ દરમિયાન પણ તંત્રએ તેમની અરજી ધ્યાન પર ન લેતા તેને 18 દિવસના ઉપવાસ કર્યા હતા. જે બાદ ખેતીવાડી અધિકારી તથા જમીન સંપાદન વિભાગને રિપોર્ટ કરવા આદેશ કરાયો હતો. પણ હજુ કામગીરી આગળ ન ધપી હોવાનું અરજદારે જણાવ્યું છે.

- text

અરજદારના જણાવ્યા મુજબ બન્ને વિભાગના અહેવાલ આધારે 30 દિવસમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હતું. જો કે તંત્ર આ કાર્યવાહી બાદ ફરી નિષ્ક્રિય થયું હતું.અને 2 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા અરજદારે નેશનલ કમિશનર ફોર સિડ્યુલ કાસ્ટમાં અરજી કરી હતી. જેના આધારે નેશનલ કમિશનર ફોર સિડ્યુલ કાસ્ટે દરમિયાનગિરી કરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ પણ તંત્રએ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ અરજદાર નરશીભાઈ ભિખાભાઈ વરણે જિલ્લા કલેકટર સમક્ષ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

- text