ડુંગરપુરના વિડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


 

પોલીસ ૧૦૫૦૦ના મુદ્દામાલ સાથે ૪ ની ધરપકડ કરી: હળવદ સર્વેલન્સ કોસ્ડની કામગીરી

હળવદ: આજે મોડી સાંજના હળવદ તાલુકાના ડુંગરપુર ગામના સીમ વિસ્તારમાં આવેલ વિડમાં બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમતા ચાર શખ્સોને હળવદ પોલીસે ઝડપી લીધા છે. ઝાડપાયેલ ચારેય શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ પી.આઈ પી.એ. દેકાવાડીના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીનભાઈ પરમાર,મુમાભાઈ કલોત્રા, જયપાલસિંહ સહિતના પોલીસ જવાનો હળવદના ડુંગરપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે અરસામાં મળેલ બાતમીના આધારે ડુંગરપુર થી શિવપુર જવાના રસ્તા પર આવતા વીડમાં બાવહની જાળીઓ માં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા

- text

ઝડપાયેલ શખ્સો માં વિક્રમભાઈ ગણેશભાઈ કોળી,રોહિતભાઈ પ્રભુભાઈ કોળી, દિનેશભાઈ કાળુભાઈ કોળી અને ડાયાભાઈ વેરશીભાઈ કોળીનો સમાવેશ થાય છે આ ચારેય શખ્સો પાસેથી પોલીસે ૧૦૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ પોલીસથી બચવા ડુંગરપુર થી શિવપુર જવાના રસ્તા પર આવતા વિડમાં બાવળની ઝાળીમાં જુગાર રમતા હતા પરંતુ આખરે આરોપીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

- text