મોરબી-માળીયા (મી.)ના 29 રસ્તાઓ રૂ. 49.99 કરોડના ખર્ચે રી-કાર્પેટ કરાશે, ધારાસભ્યે જોબ નં. મેળવ્યા

- text


ધારાસભ્ય તેમજ ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠનની રજૂઆતો ફળી

મોરબી : મોરબી – માળીયા (મીં) વિધાનસભા મત વિસ્તારના હૈયાત રસ્તા કે જે સાત વર્ષથી વધુ સમયથી રી-કાર્પેટ ન થયેલ હોય તેવા સ્ટેટ હસ્તકના ત્રણ રસ્તાઓ રૂ. ૧૮.૭૦ કરોડના ખર્ચે તેમજ પંચાયતના ૨૬ રસ્તાઓ રૂ. ૩૧.૨૯ કરોડના ખર્ચે મંજૂર કરાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠન દ્વારા વખતો વખત રજૂઆત કરેલી તે અન્વયે આ રસ્તાઓ મંજૂર કરી રી-કાર્પેટ કરવાના જોબ નંબર મેળવવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સફળતા મળી છે.

મોરબી શહેરને સ્પર્શતા રાજ્ય ધોરીમાર્ગ જેવા કે ભક્તિનગર સર્કલથી ગાંધી ચોક – વી.સી. ફાટકથી ત્રાજપર ચોકડી સુધીનો રસ્તો રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહેન્દ્રનગર ચોકડી સુધીનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે અને માળીયા (મીં) – પીપળીયા (ચાર રસ્તા) – હજનાળી રસ્તો રૂ. ૧૧.૨૦ કરોડના ખર્ચે તેમજ માળીયા (મીં) તાલુકાનાં સ્ટેટ હાઈવેથી મોટાભેલા – ભાવપર રોડ, મોટી બરારથી નાની બરાર રોડ, જૂના ઘાંટીલા – ટીકર રોડ, સરવડથી દેરાળા રોડ, સ્ટેટ હાઇવેથી રાસંગપર – નવાગામ – મેઘપર રોડ, વાવાણિયાથી ચમનપર – નાનાભેલા – મોટાભેલા રોડ, ખાખરેચીથી વેણાસર રોડ, સ્ટેટ હાઇવેથી બોડકી રોડ, મંદરકી એપ્રોચ રોડ, નાની બરાર – જાજાસર રોડ, સ્ટેટ હાઇવેથી વાધરવા એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી અર્જુનનગર એપ્રોચ રોડ, કુંતાસી – હજનાળી રોડ, મહેન્દ્રગઢ – દેરાળા – મેઘપર રોડ એમ મળીને માળીયા (મીં) તાલુકાનાં કુલ ૧૪ રસ્તાઓ રૂ. ૨૦ કરોડ ૪૭ લાખના ખર્ચે તેમજ મોરબી તાલુકાનાં નેશનલ હાઇવેથી ગૂંગણ – નારણકા રોડ, નેશનલ હાઇવેથી સોખડા રોડ, નેશનલ હાઇવેથી બહાદુરગઢ રોડ, જેતપર – રાપર રોડ, જીવાપર – ચકમપર રોડ, રંગપર – જીવાપર રોડ, નેશનલ હાઇવેથી હરિપર (કે.) રોડ, સ્ટેટ હાઇવેથી જસમતગઢ રોડ, રામરાજનગર એપ્રોચ રોડ, નેશનલ હાઇવેથી મહેન્દ્રનગર એપ્રોચ રોડ, મોરબી – ધરમપુર – સાદુળકા રોડ, નેશનલ હાઇવેથી નવા સાદુળકા રોડ એમ મળીને મોરબી તાલુકાનાં કુલ ૧૨ રસ્તાઓ રૂ. ૧૦ કરોડ ૮૨ લાખના ખર્ચે મંજૂર કરાયા છે. મોરબી – માળીયા (મીં) ના કુલ ૨૬ રસ્તાઓ રૂ. ૩૧.૨૯ કરોડના ખર્ચે તાત્કાલિક ડામર રોડથી રી-કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરાશે.

- text

મોરબી – માળીયા (મીં) મત વિસ્તારના ધારાસભ્યના સઘન પ્રવાસ વખતની જરૂરિયાતો જોતા મોરબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયા, માળીયા (મીં) તાલુકા ભાજપના પ્રમુખ મણીભાઈ સરડવા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદો મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા વિગેરે સમક્ષની રજૂઆતો ધ્યાને લઈ રાજ્ય સરકારમાં માર્ગ – મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ રસ્તાઓ મંજૂર કર્યા છે તેમનો તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલનો ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ આભાર પણ માન્યો છે.

આમ, વર્ષો જૂના આ રસ્તાઓના ૪૯ કરોડ ૯૯ લાખના ખર્ચે મંજૂર કરાવીને લોકોની રસ્તાની હાડમારી નિવારવામાં ધારાસભ્યના સતત પ્રયાસો સફળ થતાં મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં ખૂશીની લહેર પ્રસરી છે. અન્ય બાકીના રસ્તાઓ બાબતે પણ એટલીજ સક્રિયતાથી કામગીરી હાથ ધરાઇ રહી છે. આમ, આગામી બે વર્ષમાં મોરબી – માળીયા (મીં) નું એક પણ ગામ રસ્તાની સુવિધા વિનાનું ન રહે તે માટે નોન પ્લાનના રસ્તાઓનું પણ સર્વેક્ષણ હાથ ધરાઇ રહ્યું છે. તેમ બ્રિજેશ મેરજાની યાદીમાં જણાવાયું છે.

- text