રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા માળીયા, વાંકાનેર અને પડધરી ખાતે સામાજિક સદભાવ બેઠક યોજાઇ

- text


મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-RSSની વિવિધ શાખાઓ દ્વારા વિવિધ સ્થળે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લાના માળીયા, વાંકાનેર અને પડધરી ખાતે સામાજિક સદભાવ બેઠકનું ગઈકાલે તા. 27ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણીઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા બોડા હનુમાન ખાતે માળીયા (મી.) તાલુકાની સામાજિક સદભાવ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માળીયા તાલુકાના 26 ગામમાંથી 70 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. RSS -ગુજરાત પ્રાંતના સેવા પ્રમુખ નારણભાઇ વેલાણીએ સમાજમાં સદભાવ વધે, પર્યાવરણની રક્ષા કરવી તથા રામમંદિર નિર્માણમાં તન-મન-ધનથી તમામનો સહકાર મળે તે બાબતે પ્રવચન આપ્યું હતું. જેમાં જયેશભાઇ માંડલિયા તથા અન્ય 20 સ્વયંસેવકો કાર્યક્રમની વ્યવસ્થા માટે ઉપસ્થિત રહેલ હતા.

આ ઉપરાંત, RSS દ્વારા પડધરી મુકામે સામાજિક સદભાવ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પડધરી તાલુકાના 16 ગામમાંથી 59 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય વક્તા મહેશભાઈ ભોરણિયાએ સમાજ માં એકરૂપતા અને ભાઈચારો જળવાઈ રહે, પર્યાવરણની રક્ષા થાય અને રામમંદિરના નિર્માણમાં પૂર્ણ સહયોગ મળે તે અંગે પ્રવચન આપ્યું હતું. આ બેઠકમાં મિલનભાઈ પૈડા સહિતના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

વધુમાં, RSS દ્વારા વાંકાનેર મુકામે બંધુ સમાજની વાડી ખાતે તાલુકાની સામાજિક સદભાવ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં RSS-રાજકોટ વિભાગ કાર્યકર્તા ચંદ્રકાંતભાઈ ઘેંટિયાએ મુખ્ય વક્તા તરીકે જણાવેલ કે રામ મંદિરના નિર્માણમાં ઘરેઘરથી પૂર્ણ સહયોગ મળે, ભાઈચારાની ભાવના વધારીએ અને પર્યાવરણની રક્ષા કરીએ. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના 20 ગામમાંથી જુદી-જુદી 10 જ્ઞાતિમાંથી 54 આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. તેમજ તાલુકા કાર્યકર્તા પ્રકાશભાઈ ગુગડીયા સહિતના સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળેલ હતી.

- text