રાજકોટ રોટરી ક્લબ આયોજિત ઈ-મેરેથોનમાં મોરબીના મેરેથોન ગ્રુપે સર્ટીફીકેટ અને મેડલ મેળવ્યા

- text


મોરબી : મોરબી ખાતે ગઈકાલે રાજકોટ રોટરી ક્લબની વર્ચ્યુઅલ મેરેથોનના અનુસંધાને મોરબીમાં પંચાસર રોડ પર 10 કિ.મી. ની વર્ચ્યુઅલ મેરેથોન યોજાયેલ હતી. તેમાં મોરબી મેરેથોન ગ્રુપના આયોજક ડો. અનિલ પટેલ અને તેના ગ્રુપના બીજા મેરેથોન રનર ડો. બોરસાણીયા, ડો. ભાવેશ પરમાર અને એરવાડીયા કુટુંબના હિરલબેન, સ્મિતાબેન, નીલાબેન, બીપીનભાઈ એ 10 કિ.મી. દોડ પુરી કરી સર્ટીફીકેટ અને મેડલ મેળવ્યા હતા. તથા મોર્નિંગ વોકરના ગ્રુપના સભ્યોએ પણ ભાગ લીધો હતો.

- text

 

- text