જાંબુડિયા ગામ નજીક ટ્રકે હડફેટે લેતાં બાઇકસવાર દંપતી ખંડિત, પત્નીનું ઘટનાસ્થળે મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક ટ્રકે હડફેટે લેતાં બાઇકસવાર દંપતી ખંડિત થયું છે. જેમાં પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદની નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવલખી રોડ ઉપર શ્રદ્ધા પાર્કમાં રહેતા પરેશભાઈ પિત્રોડા તેમના પત્ની દમયંતીબેન (ઉ.વ. 40) ગઈકાલે બાઈક પર જાંબુડિયા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટ્રકચાલકે બાઇકને પાછળના ભાગે ઠોકર મારતાં દંપતી બાઈક પરથી ગબડી પડ્યું હતું. આ અકસ્માતમાં દમયંતીબેન પર ટ્રક્નું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. જેથી, પતિની નજર સામે જ તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમજ પરેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં પોલીસ અજાણ્યા ટ્રકચાલકની શોધખોળ કરી રહી છે.

- text

- text