હળવદ રોડ પર અકસ્માતના લીધે આખી રાત ટ્રાફિક જામ બાદ આજે બપોરે વાહન વ્યવહાર પૂર્વવત થયો

- text


મોરબી : મોરબીના ઘુંટુ-હળવદ રોડ પર ગઈકાલે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ઘુંટુથી ઊંચી માંડલ સુધી આખી રાત ટ્રાફિક જામ રહ્યો હતો. ત્યારબાદ આજે વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

ગઈકાલે મોડી રાત્રે મોરબીના ઘુંટુ-હળવદ રોડ પર ઘુંટુથી માંડલ વચ્ચેના રસ્તે ઘુંટુ ગામ નજીક કેનાલ પાસે બે ટ્રક વચ્ચે અથડામણ થઇ હતી. આ અકસ્માતના લીધે રોડ બ્લોક થઇ ગયો હતો. તેથી, રોડની બંને તરફ 2-3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આખી રાત મોટા વાહનોના થપ્પા લાગ્યા હતા. બાદમાં આજે સવારે આજુબાજુના ગામના લોકો ધંધા-રોજગાર માટે જવા નીકળતા ટ્રાફિક વધ્યો હતો. જે આજે બપોરે લગભગ 3 વાગ્યા સુધી જામ રહ્યો હતો. અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ જવાના લીધે અટવાયા હતા. જો કે હાલમાં મોરબી તાલુકા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આથી, હવે વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ થઇ ગયો છે.

- text

- text