કલેક્ટર કચેરીના કામદારો તથા સીકયુરીટી કર્મચારીઓને ફાયર સેફ્ટી ઉપકરણો અંગે માર્ગદર્શન અપાયું

- text


મોરબી : મોરબી જિલ્લાના ડીઝાસ્ટર શાખા દ્વારા નવા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં કલેક્ટર ઓફીસના સફાઈ કામદારો અને સીકયુરીટી સ્ટાફને ફાયર સેફ્ટી અંગે નગરપાલીકાની ટીમ દ્વારા સમજ આપવામાં આવી હતી અને તેઓને આગ લાગે ત્યારે ક્યાં ઉપકરણોનો કઇ રીતે ઉપયોગ કરવો તેની સમજ ફાયરમેન કિશનભાઈ, સલીમભાઇ, વિજયભાઇ અને પ્રિતેશભાઇ દ્વારા આપવામાં આવી હતી. અને સફાઈ કામદારો અને સીકયુરીટી સ્ટાફને હસ્તે પણ આ બધા ઉપકરણોનો ઉપયોગ કરાવી યોગ્ય સમજ આપવામાં આવી હતી. ભવિષ્યમાં ફાયર સેફ્ટિના ઉપકરણનો આ જાણકાર સ્ટાફ દ્વારા તુરંત જ ઉપયોગ કરી આગને કાબુમાં લઈ શકાય.

- text

 

- text