ટંકારા : સીસીસીના બોગસ સર્ટી રજૂ કરનાર 4 શિક્ષકોને પોલીસનું તેંડુ

- text


વધુ પગાર ધોરણ મેળવવા ખોટા સર્ટી રજુ કર્યા હતા : શિક્ષકોની પૂછપરછ બાદ વધુ કાર્યવાહી થવાની સંભાવના

ટંકારા : ટંકારા તાલુકામાં શિક્ષક સંઘના આગેવાનો અને અન્ય શિક્ષકો દ્વારા વર્ષ 2013માં કોમ્પ્યુટર કૌશલ્ય સર્ટિફિકેટની પરિક્ષા આપ્યા વિના બોગસ સીર્ટીફીકેટ મેળવી ગેરરીતિ આચારી સરકારી લાભ મેળવ્યાની પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ સુધી પણ ફરિયાદ પહોંચી હતી. જેમાં શિક્ષકોએ સર્ટિફિકેટ આપનાર પર તમામ જવાબદારી ઢોળી દઈ તેની સાથે છેતરપીંડી થયાની કહાની ઘડી કાઢી હતી.

- text

ટંકારાના શિક્ષકોએ 2013ના વર્ષમાં 3, 4 અને 35 નંબરની રિઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ રજૂ કર્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે બોગસ સર્ટી મેળવનાર શિક્ષકો વિરુદ્ધ 2 મહિના પહેલા ફરિયાદ થઈ હોવા છતાં શિક્ષકો શિક્ષક સંઘના હોદેદારો હોવાથી તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના પણ આક્ષેપ થતા રહ્યા છે. જ્યારે આ મામલે પોલીસમાં પણ લેખિત ફરિયાદ થતા ટંકારા પોલીસ મથકના ચાર્જમાં રહેલા એએસપી દ્વારા તમામ શિક્ષકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પૂછપરછ બાદ સમગ્ર હકીકત બહાર આવશે અને દૂધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.

- text