માળિયાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 55 હજારનો વિદેશી દારૂ પકડાયો

- text


 

માળિયા : માળિયા મિયાણા પોલીસની ટીમ દ્વારા વવાણીયા ગામમા સવસેટા શેરીમાં સાગર રામૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 175 કિંમત રૂ. 52500 ઝડપી પાડી છે. રેઇડ દરમિયાન સાગર રામૈયાભાઈ સવસેટા મળી આવેલ ન હોય તેઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text