નેકનામ ગામ નજીક બાઈક પર બેસવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક બાઈક પર બેસવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગત તા. 6ના રોજ સાંજના સવા ચારેક વાગ્યાના અરસામા નેકનામ ખાતે જીનપ્લોટમાં રહેતા ડુંગરભાઇ ભીમજીભાઇ ગઢીયા (ઉ.વ. 60) તેના દુકાનના ભાડુઆત મીતેશભાઇ બાલમુકુંદભાઇ પારેખ (રહે. રાજકોટ)ના બાઈક રજી. નંબર જી.જે.૦૩.ઇ.જે.૩૯૮૭ પર ચાના કપ લઇ બેસવા જતા હતા. તે વખતે બાઈક પરથી પડી જતા ડુંગરભાઈના માથામા તથા કાનમા ઇજા પહોંચી હતી. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ નેકનામથી પડધરી રસ્તે વે બ્રીજ સામે મૃતક ડુંગરભાઇની વાડી સામે બન્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text